Menu Close

Blog

Kutumb

10/10, 3:45 PM] Saransh Prakashbhai A504: *મધ્યમ – ગરીબ વર્ગ ના યુવાનો યાદ રાખો પૈસો છે તો બધુ જ છે*

મિત્રો ,
નમસ્કાર ,
હું નવિન ચુનીલાલ સંઘવી – હાલ ઉ.વ ૬૭ , અમદાવાદ આજે મારી વિતકથા જણાવુ છુ .

આજે હું વૃધ્ધત્વ ને આરે ઉભો છુ પતિ – પત્નિ અને પરણીગયેલા દિકરો અને દિકરી તેમ બે સંતાનો છે .બંને તેમની રિતે આજે સામાન્ય સ્થિતી ના કહી શકાય તેમ છે.

મૈં મારા વતન વિશનગર માં ધોરણ ૧૧ એ સમય ની SSC નો અભ્યાસ પુર્ણ કરી અમદાવાદ આવ્યો ભણ્યો એ સાથે સમાજ સેવા નો ચસકો લાગ્યો સેવા ક્યારે પદ લાલચુ અને પ્રસિધ્ધી ના નશા ફેરવાઇ ગઇ એ ખબર જ ના પડી માન – મોભો – સ્ટેજ – ખુરશી અને પછી રોજ એ રોજ મળતી વાહવાહી મને તો ફલાણાં ઓળખે – ઢીંકણા ઓળખે તેવો મોભો અને લોકો મને મોટો કરી મારો સમય લઇ પોતાનુ કામ કરાવવા લાગ્યા મારી પોતાની ઓળખાણ મોટી છે એવા ભ્રમ માં રાચવા લાગ્યો .

Samayik

એક સુખી સ્વપ્ન

મોક્ષ શું હશે? જો માત્ર પોતાનાં આત્માનાં સુખનો જ વિચાર કરવો હોય તો ‘દયા, કરુણા, સાધર્મિક ભક્તિ શું છે? એ વિશે જ્યારે પણ વિચાર કર્યો છે ત્યારે જૈન સાહિત્યને સમજવા અને એનાં શા ફાયદા છે એ વિશે પણ સહજ વિચાર્યું છે. થોડુંક કદાચ તમને પણ વાંચવું ગમશે.

ર્હદય અને મનનો વિકાસ કરવામાં સહાયક એવું લોજીકલ સમૃધ્ધ જૈન સાહિત્ય, સમષ્ટિનાં રહસ્યો સમજાવતું તત્વજ્ઞાન એવું તત્વાર્થ સૂત્ર, ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પછી વર્ણવેલ ઉત્તરાધ્યાન સૂત્ર, કે કોઇપણ આગમ કે કર્મ પ્રકૃતિને સહજ સમજાવતાં અનેક ગ્રંથ જેની પણ વિશે વિચારીએ કે વાત કરીએ અથવાં તો શ્રાવકનાં આવશ્યક કે જેમાં સામાયિક, પ્રતિક્રમણની જ વાત કરીએ, આ બધું ખરેખર તો એ જ બતાવે છે કે આપણી પાસે ખરેજ ઘણું જાણવા લાયક કે જીવનમાં ઉતારવા લાયક છે.

હવે, પ્રશ્ન એ થાય કે આ બધું જીવનમાં ઉતારવાથી શો ફાયદો થશે? આપણે વાણિયા છીએ એટલે ‘ફાયદો’ તો પહેલાં જ વિચારવો રહ્યો. ખરું ને?

હા, સૌ પ્રથમ તો આ બધું જ આપણને ‘સહજ અને શાંત’, ‘પ્રસન્ન અને પ્રોડક્ટીવ’ જીવન જીવવામાં ઉપયોગી થશે. મોક્ષ માર્ગમાં બતાવેલ ચૌદ ગુણસ્થાનક વિશે ના પણ જાણતાં હોઇએ છતાંય જો થોડોક અભ્યાસ પણ આપણે ‘આંતર જગત’ ને ઓળખવામાં કરીએ તો એ મૂળભુત રીતે ક્રમે કરીને ‘રત્નત્રય’ની પ્રાપ્તિ વિશેનાં જ પગથિયાં છે. તમને શું લાગે છે?

જો તમે ધાર્મિક છો તો, એક નજર ખરેખર જીવી રહ્યાં છે એ વર્તમાન જીવન પર નાંખીએ, શું ખરેખર આપણે ‘સહજ અને શાંત’, ‘પ્રસન્ન અને પ્રોડક્ટીવ’ જીવન જીવી રહ્યાં છીએ? જો જવાબ ‘હા’ હોય તો હવે આગળ આપણી શું જવાબદારીઓ રહેશે? એ વિશે વિચારીશું. પણ જો જવાબ ‘ના’ હોય તો ખરેખર આપણી સાધનાં જ આપણું લક્ષ્ય બની ગઇ હોય એવું બની શકે. જેમ કે ‘આહાર વિહારનાં નિયમો’ નો દાખલો લઇએ. જ્યારે આ નિયમ લઇએ છીએ ત્યારે આપણું લક્ષ શું છે? આપણે આ નિયમથી શેની પ્રાપ્તિ વિશે વિચાર્યું હતું? બની શકે કે લક્ષ ગૌણ બને અને નિયમ મુખ્ય ત્યારે ‘કષાય’ થવા સંભવ છે. આવું થાય ત્યારે શું કરવું? તો આવે વખતે ‘સામાયિક’ કરવું જોઇએ.

હવે પ્રશ્ન એ થાય કે ‘સામાયિક’ કેવી રીતે કરવું? અથવા તો સામાયિક માં શું કરવું? ટૂંકમાં સામાયિક એટલે ૪૮ મિનિટનું ધ્યાન. જેમાં જે તે કષાય ઉપર આત્મનિરીક્ષણ કરવું જોઇએ. શું આપણે આવું કરીએ છીએ? જો ‘હા’ તો સહજ જીવન જીવવું, નિર્ભય બનવું, ઝડપી આત્મવિકાસ, રાષ્ટ્રીયતા, પ્રામાણિકતા, જવાબદારીઓ (સામાજિક, કૌટુંબિક) નું વહન બધું જ સહજ રીતે જીવી શકાય. જો ‘ના’ તો આપણે ક્રિયા લક્ષી બનીને ધાર્મિક હોવાનો ડોળ કરીએ છીએ.

હવે ફરીથી, વાતનાં મુખ્ય મુદ્દા ઉપર આવીએ કે એક વાર ‘આપણે આવું ‘સહજ અને શાંત’, ‘પ્રસન્ન અને પ્રોડક્ટીવ’ જીવન જીવતાં શીખી જઇએ ત્યાર પછીની આપણી જવાબદારીઓ શું રહેશે?

તો એનાં જવાબમાં નીચેની કેટલીક વાતો વિચારવા વિનંતી.

૧) આપણે દ્રઢ મનોબળ વાળાં બની સામાજિક ઉત્થાન માટે સક્રિય બનવું. દરેક જીવ માત્ર પ્રત્યે પ્રેમ, આદર, સેવાનો ગુણ કેળવીને ક્રમે કરીને કરવાં જેવાં કાર્યો કયાં છે?.

૨) આત્મવિજયથી ખરેખર બહારનાં અસંખ્ય દુઃખી લોકોની સેવા કરવાનું સામર્થ્ય વધશે.

૩) રાષ્ટ્રીયતાનાં ગુણોનો વિકાસ થશે. રાષ્ટ્રમાં ભાઇચારો વધશે. પ્રજા વધારે એક બીજાનું કલ્યાણ ઇચ્છવાવાળી થશે.

૪) રોજગારીની તકો વધારી શકીએ એવું ભૌતિક જગત વિકસાવવાનું સામર્થ્ય પ્રાપ્ત થશે. જો કે ‘અકર્મણ્યતા’ સ્વભાવમાં સહજ રહેશે.

૫) સાધર્મિક ભક્તિ કે જેને બીજી ભાષામાં ‘સુપાત્ર દાન’ કહી શકીએ. એ વિશે વધારે સતર્કતા આવશે. કોઇ આરોગ્ય ક્ષેત્રે, કોઇ શિક્ષણ ક્ષેત્રે, કોઇ વ્યાપાર ક્ષેત્રે ‘સુપાત્ર દાન’ માટે સક્રિય બનશે.

વાહ, આપણે બધા આવું સુખી જીવન પણ જીવી શકીએ છીએ. તો ચાલો ‘સપનું સાકાર’ કરવા મથીએ. કદાચ આને જ ‘મોક્ષ’ કહેવાતો હશે. જ્યાં અનંત સુખ છે. ઃ)

© Hiral Shah

pavanpanth

હે  કૃપાળુ, આ ભવમા – જીવનમા નહિ તો ભવાંતરે પણ આપે દર્શાવેલો સર્વ ત્યાગનો પંથ એજ મારા આત્મા નો સહારો બનજો. ગમે તેવા સંક્ટો વચ્ચે – સુખ વખતે પણ આપને કદિ ન ભુલુ એવુ બળ આપજો.
જેના હૈયામા બળ, વીર્ય, તેજ, ક્ષમાદ્ર્ષ્ટી, ધર્મ અને કર્ત્વ્ય નિષ્ટા રહેલા છે તે ચીર યુવાન છે. વયનો કદિ વિચાર કરીશ નહિ.  વયનુ માપ તો માત્ર સ્થુળ માપ છે અને તે સ્થિર નથી.
જે લોકો ધર્મ્નુ શરણ ગ્રહણ કરે છે તેનુ ધર્મ પોતે જ રક્ષણ કરતો હોય છે.
તિર્થ રક્ષા એ ધર્મરક્ષા છે અને ધર્મ ખાતર ભોગ આપનારાઓ શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે છે.
જ્યા રસ છે, અત્રુપ્તીની ઝંખના છે અને જ્યાં નાની સરખી પણ ઝંખના પડી છે ત્યાં આત્માને શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. સંસારમા વિહરી રહેલા જીવોને રસ કામનાની ઝંખના રહેલી હોય છે કારણકે તત્વ દ્રષ્ટી એ બધા અનંત સંસારના જ આકર્ષણો છે. જીવનનો કોઇ પણ દ્રષ્ટીએ વિચાર કરીએ તો સઘળા રસો મનોવિકારના પ્રતિક જ છે. વિકાર વિહિન સુખને નિષ્ફળ કેમ માની શકાય? જીવનને સ્પર્શ્તો રસ ચિરકાલીન હો તો નથી. કાયામાં યૌવન ધમધમતુ હોય ત્યારે શ્રિંગાર રસ અતિપ્રિય લાગે છે. એ સિવાય અન્ય રસો પ્રત્યે મન વળવા તૈયાર થતુ નથી. જેને આપણે અફાટ એવું યૌવન કહિયે છીયે તે જ અસ્થિર, પરિવર્તનશીલ અને ક્ષણિક હોય છે. દેહ પર રોગનું આક્રમણ આવે એટલે યૌવનની સૌરભ સ્વયં વિલય પામે છે. સાથોસાથ અતિપ્રિય એવો શ્રિંગાર રસ પણ અણગમતો થઈ પડે છે. એ જ રીતે યૌવનને પકડી રાખી શકાતુ નથી. એનુ પરિવર્તન અનિવાર્ય છે. એના પરિવર્તન પછી મનના જે પ્રિય રસો હોય છે તે વસમા થઈ પડે છે અને સંસારનો કોઇપણ રસ ત્રુપ્તિ આપી શક્તો નથી. દા.ત. અતિ સ્વાદવાળી અને સર્વ શ્રેશ્ઠ ખાધ્ય સામગ્રી ખાધા પછી મન ત્રુપ્તિ નો અનુભવ કરે છે, ખરી રીતે ત્રુપ્તિ થઈ હોતી નથી. જો ત્રુપ્તિ થઈ હોય તો બીજે દિવસે પણ તે ટકવિ જોઇએ પણ એમ કદી બનતુ નથી. આ રીતે મન ચંચળ છે તેમ તેના વિચારો પણ ચંચળ અને અસ્થિર છે તે રીતે જે વસ્તુ અસ્થિર અથવા નાશવંત છે તે વસ્તુ કેવળ આભાસ છે.
શ્રી મોહનલાલ ધામીજી ના પુસ્તક માંથી સાભાર.

vinanti

ઓહ!  ભગવંત! આપના શાસનને પચાવવુ એ સહજ વાત નથી. આપે દર્શાવેલા સર્વ ત્યાગના માર્ગને પચાવવો એ ભારે કઠીન છેભગવંતઃ હું કોઇ પણ પ્રકારના ભૌતિક સુખ ની માંગણી કરતો નથી, કારણ કે આત્મ કલ્યાણની દ્ર્ષ્ટીએ જે ત્યાજ્ય વસ્તુ છે તેની માંગણી આપ સમા વિતરાગ દેવ સમક્ષ કરવી તે આપને ન પીછાનવા બરાબર છે. 

પરંતુ હું તો કેવળ એટ્લું જ ઇચ્છું છું કે ભવોભવ આપનું શાસન મને પ્રાપ્ત થજો. આપનું દર્શન પ્રાપ્ત થજો. આપનુ શરણ પ્રાપ્ત થજો. જન્મ, જરા અને મૃત્યુ પર વિજય કરવાનુ બળ પ્રાપ્ત થજો.અને અંત કાળે આપનુ સ્મરણ આપનો ઉપદેશ અને આપનુ તત્વજ્ઞાન મારા જીવતરનું પાથેય બનજો.આપની આરાધના વડે મારુ મૃત્યુ ઉજ્જવળ બને એ સિવાય હું કશું જ માંગતો નથી કારણ કે મારે જે મેળવવાનું છેતે આપે બિછાવેલા જ્ઞાન કીરણો ના સહારે અને મારા પુરૂષાર્થ વડે જ મેળવવાનું છે.