Menu Close

Manthan

*મધ્યમ – ગરીબ વર્ગ ના યુવાનો યાદ રાખો પૈસો છે તો બધુ જ છે*

મિત્રો ,
નમસ્કાર ,
હું નવિન ચુનીલાલ સંઘવી – હાલ ઉ.વ ૬૭ , અમદાવાદ આજે મારી વિતકથા જણાવુ છુ .

આજે હું વૃધ્ધત્વ ને આરે ઉભો છુ પતિ – પત્નિ અને પરણીગયેલા દિકરો અને દિકરી તેમ બે સંતાનો છે .બંને તેમની રિતે આજે સામાન્ય સ્થિતી ના કહી શકાય તેમ છે.

મૈં મારા વતન વિશનગર માં ધોરણ ૧૧ એ સમય ની SSC નો અભ્યાસ પુર્ણ કરી અમદાવાદ આવ્યો ભણ્યો એ સાથે સમાજ સેવા નો ચસકો લાગ્યો સેવા ક્યારે પદ લાલચુ અને પ્રસિધ્ધી ના નશા ફેરવાઇ ગઇ એ ખબર જ ના પડી માન – મોભો – સ્ટેજ – ખુરશી અને પછી રોજ એ રોજ મળતી વાહવાહી મને તો ફલાણાં ઓળખે – ઢીંકણા ઓળખે તેવો મોભો અને લોકો મને મોટો કરી મારો સમય લઇ પોતાનુ કામ કરાવવા લાગ્યા મારી પોતાની ઓળખાણ મોટી છે એવા ભ્રમ માં રાચવા લાગ્યો .

લગ્ન થયા સંતાનો થયા પણ તેમને સમય કે ન્યાય આપવા ની જગ્યાએ બહારે ને બહારે રેહવા લાગ્યો એક પછી એક ફંકશન ની તૈયારી – વિવિધ લોકો ના આદર સત્કાર પછી તેમા સેવા ની ભાવના ની જગ્યા એ ઇગો પોષવા નો શરૂ થઇ ગયો હતો મારી પાસે નાની મોટી વોટબેંક હોવા થી કોર્પોરેશન થી વિધાનસભા ચુંટણી માં મારી પુછપરછ થવા લાગી આપણા વગર કોઇ ને ના ચાલે તેવુ લાગ્યુ … દેરાસર ના પ્રસંગ હોય કે કોઇ ના ઘર ના લોકો કંકોતરી થી લઇ કેટર્રસ વાળા માટે આપણે ત્યાં આવી જતા થોડો મોટો કરી આપણો સમય લઇ પોતાનુ કામ કરાવી જતા …

સરવાળે નામ મોટુ પણ ઘર ખાલી છોકરાઓ ને સારૂ એજ્યુકેવન ના આપાવી શક્યો મોટુ નામ હોવા થી ક્યાંય હાથ પણ ના લંબાવી શક્યો ના મારા સંતાનો ને સારો બિઝનેશ આપી શક્યો સેવા માં ને સેવા માં ગૃપો માં વહેંચાઇ ગયો કહેવાતા સેવા ક્ષેત્રે આવતી ચુંટણીઓ માં રાજકારણ કરતો થઇ ગયો મારા કે મારા સાથી સભ્યો ના મિથ્યાઅભિમાન ને સાચવવા માટે હિત ને સાચવવા માટા ” સંસ્થા નુ હિત ” ” શાશન નુ હિત ” વગેરે રૂપાળા શબ્દો વાપરતો થયો સરવાળે સતા મુકવી પોષાતી નહતી બીજી કોઇ પ્રવૃતી ના હોવા થી પ્રવૃતી નુ કેન્દ્ર જ આ હતુ …

પણ પછી શું દિકરો મારી આ પારકી પંચાયત નિતી થી કંટાળી જુદો થઇ એક કંપની માં સામાન્ય નોકરી કરે છે ઇ મને કે હું એને મદદ કરી શકુ તેમ નથી મારૂ જુનુ ઘર જુના અમદાવાદ માં છે હવે તેમાં ધીમે ધીમે મુસ્લિમ વસ્તી વધી રહી છે મારી પાસે ઘર બદલાવવા નાણા નથી …

મારા યુવાન મિત્રો તમારી જીંદગી નો અમુલ્ય સમય કોઇ સમાજ – મંડળ – સંસ્થા – રાજકિય પાર્ટી ઓ ના આકા ના હિત સંતોષવા માન – મોભો – સાલ – માળા – પદ – આભાસી પ્રતિષ્ઠા – મને પૂછી ને થાય તેવો નશો – કેટરસ વાળા થી લઇ કલાકાર – સંગીત કાર – મને જાહેર માં યાદ કરે તેવા નશા માં કાઢી ના નાખતા .. તમે જરા વિચારજો તમે જે સંસ્થા માં કામ કરતા હશો તે સંસ્થા ના કરોડપતી દાતા કે ટ્રસ્ટીઓ કોઇ પોતાના સંતાનો ને આ બાજૂ ફરકવા પણ નહીં દે માત્ર તમને ” વખાણ ” નામ ની લોલીપોપ પકડાવી તમારા સમય અને યુવાની નો લાભ વગર વળતરે પોતાને મોટા થવા લેવા માં આવે છે ..

બધુ જ ભુલી તમારા કામ કાજ બિઝનેશ ને મજબુત બનાવો તેના જેવુ ઉતમ સેવા ક્ષેત્ર એકે નથી … બાકી સેવા કરવી જ જોઇએ પણ પહેલા પરીવાર , પછી આપણે ત્યાં કામ કરતા લોકો નુ જીવનધોરણ ઉંચુ આવે પછી આપણા અંગત મિત્રો , પછી આપણા ઉપકારીઓ જેમ કે શિક્ષક થી લઇ દુધ – છાપા વાળા અને સારા પાડોશીઓ અને પછી સમાજ અને દેશ બાકી તમારા માતા – પિતા , પત્ની સંતાનો ને સમય આપો તેને બેસ્ટ એજ્યુકેશન આપો , દુનીયા ફેરવો ,

સેવા એવી કરો કે તમે કોઇ તકતી – પબ્લિકસીટી , કે વાહ વાહી ના મોહતાજ ના હો આજ નુ સમાજ જીવન નિવૃત માણસો અને પેટ ભરેલા માણસો ને ટાઇમ પાસ અને પોતાની બૌધ્ધિકતા બતાવવા નુ પ્લેટફોર્મ છે તમારી યુવાની માં કોઇ નો હાથો ના બનો તમારા પોતાના સપના ને વિસ્તાર આપો બાકી કોઇક ની મહત્વકાંક્ષા સંતોષવા કે ઇગો પોષવા તેને બંધ કરો ક્યારેય સમાજ ના સંસ્થા ના સંઘ ના મંડળ ના આંતરીક રાજકારણ નો હિસ્સો ના બનો તમારા નેતાઓ તમારી જાણ બહાર એક થઇ જશે તમે હતા ત્યાં ને ત્યાં પાછા કહેશે અમે સંસ્થા ના હિત માં સમાધાન કર્યુ છે .. આવો મારો જાહેર જીવન નો ૪૭ વર્ષ નો સળંગ અનુભવ છે .

વળી પાછા તમે આર્થિક રિતે મધ્યમ હોય ત્યારે તમારા પર એક વર્ગ સતત આર્થિક તમે ખોટુ કરો છો આના થી જ તમારૂ ઘર ચાલે એવા દ્રષ્ટીકોણ થી જ જોવે છે ? શું જરૂર છે આવી ? જાય નહી..તેલ લેવા ,

યાદ રાખો કોઇ ગમે તે કહે પૈસો જ સર્વસ્વ છે તેના વગર કોઇ જ વેલ્યુ નથી કોઇ સંસ્થા – સમાજ ગમે તેવા દારૂડીયા અને ચારિત્ર્યભ્રષ્ટ લોકો નુ પણ દાન લે છે તકતી પૈસા ના દાન ની લાગે છે જે કમાઇ શકાય છે કોઇ તકતી અમુલ્ય સમયદાન ની નથી લાગતી જે ક્યારેય પાછુ નથી આવતુ ..

જો કરોડો પતી ટ્રસ્ટીઓ પોતાના સંતાનો ને પોતે જેમા જવાબદાર છે તેમાં ઇન્વોલ નથી કરતા તો તમારૂ ક્યાં કઇ લુંટાઇ જાય છે ભાઈ બિઝનેશ કરો નહીંતર મારા જેવા ઘણા ફરે છે કે કોઇ જાતી જિંદગી એ ભાવ પુછવા વાળુ નથી હોતુ દુનીયા – સમાજ સ્વાર્થીજ છે તે સનાતન સત્ય જ છે તમે જેટલું વહેલુ સમજી શકશો તેટલા વહેલા સુખી થશો .

સંતો મહંતો મહારાજ સાહેબો પૈસો ભલે નથી પકડતા પણ પૈસા વાળા ને તો બરાબર પકડે છે તે ત્યાં ધાર્યુ કરાવી જ જાય છે પાછો જવાબ મળે સંસ્થા શાશન ના કામ માટે તેમની જરૂર છે …

મારી દરેક સમાજ ના યુવાનો ને નમ્ર અપીલ છે કે પહેલા ઘર પેઢી ધંધો મજબુત કરી આજે જેટલુ વાપરીએ છીઇએ તેટુલુ ૧૦૦ વરસ વપારાય એટલુ પ્લાનીંગ કરી પછી *” અભરખા ની સેવા “* કરો યાદ રાખો વખાણ અને આભાસી પ્રતિષ્ઠા ના નશા થી દુનીયા નો કોઇ નશો ખરાબ નથી …

સચિન તેંડુલકર , ધીરૂ અંબાણી , રતન ટાટા , વગેરે એ દાન આપ્યુ છે પણ પોતાનુ ફોકસ છોડી કહેવાતી સેવા કરવા નથી નિકળ્યા માટે સફળ થયા છે .

માટે જાગ્યા ત્યાર થી સવાર પહેલા પોતાનો પરીવાર – સ્ટાફ – મિત્રો – ઉપકારીઓ પછી બીજુ બધુ …

આજે હું ખોરાક થી લઇ દવા માટે લાચાર છુ મારો દિકરો મહિને ચાર વાર કહે છે કે ” પપ્પા તમે મારા માટે શું કર્યુ ” હા મારી પ્રાથનસભા માં બે સારી વાતો જરૂર થશે પણ અત્યારે શું ?

આત્મસંતોષ માટે શાંતી થી સારૂ કામ કરી બિઝનેશ કરો તેમા ધ્યાન આપો આગળ વધો તેવા અંતર થી આશિર્વાદ

*” પોતાની ભુલ માં થી જે શિખે તેને અનુભવી કહેવાય બિજા ની ભુલ માં થી શિખે તેને હોંશિયાર કહેવાય “*

મારી જીવન ની ભુલ માં થી શિખવા આપને આંમત્રણ આપુ છુ.

લી .
*નવિન ચુનીલાલ સંઘવી*
મુળવતન – વિશનગર
હાલ પાનકોર નાકા , અમદાવાદ
[11/10, 8:54 PM] Mahendra K Shah: Prakashbhai really good reality swa experience fw msg

Copied from FB post of Shri Mahendra K Shah

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »