હે કૃપાળુ, આ ભવમા – જીવનમા નહિ તો ભવાંતરે પણ આપે દર્શાવેલો સર્વ ત્યાગનો પંથ એજ મારા આત્મા નો સહારો બનજો. ગમે તેવા સંક્ટો વચ્ચે – સુખ વખતે પણ આપને કદિ ન ભુલુ એવુ બળ આપજો. જેના હૈયામા બળ, વીર્ય, તેજ, ક્ષમાદ્ર્ષ્ટી,ધર્મ અને કર્ત્વ્ય નિષ્ટા રહેલા છે તે ચીર યુવાન છે. વયનો કદિ વિચાર કરીશ નહિ.વયનુ માપ તો માત્ર સ્થુળ માપ છે અને તે સ્થિર નથી. જે લોકો ધર્મ્નુ શરણ ગ્રહણ કરે છે તેનુ ધર્મ પોતે જ રક્ષણ કરતો હોય છે. તિર્થ રક્ષા એ ધર્મરક્ષા છે અને ધર્મ ખાતર ભોગ આપનારાઓ શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે છે.
જ્યા રસ છે, અત્રુપ્તીની ઝંખના છે અને જ્યાં નાની સરખી પણ ઝંખના પડી છે ત્યાં આત્માને શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. સંસારમા વિહરી રહેલા જીવોને રસ કામનાની ઝંખના રહેલી હોય છે કારણકે તત્વ દ્રષ્ટી એ બધા અનંત સંસારના જ આકર્ષણો છે. જીવનનો કોઇ પણ દ્રષ્ટીએ વિચાર કરીએ તો સઘળા રસો મનોવિકારના પ્રતિક જ છે. વિકાર વિહિન સુખને નિષ્ફળ કેમ માની શકાય? જીવનને સ્પર્શ્તો રસ ચિરકાલીન હો તો નથી. કાયામાં યૌવન ધમધમતુ હોય ત્યારે શ્રિંગાર રસ અતિપ્રિય લાગેછે.એ સિવાય અન્ય રસો પ્રત્યે મન વળવા તૈયાર થતુ નથી. જેને આપણે અફાટ એવું યૌવન કહિયે છીયે તે જ અસ્થિર,પરિવર્તનશીલ અને ક્ષણિક હોય છે. દેહ પર રોગનું આક્રમણ આવે એટલે યૌવનની સૌરભ સ્વયં વિલય પામે છે. સાથોસાથ અતિપ્રિય એવો શ્રિંગાર રસ પણ અણગમતો થઈ પડે છે. એ જ રીતે યૌવનને પકડી રાખી શકાતુ નથી. એનુ પરિવર્તન અનિવાર્ય છે. એના પરિવર્તન પછી મનના જે પ્રિય રસો હોય છે તે વસમા થઈ પડે છે અને સંસારનો કોઇપણ રસ ત્રુપ્તિ આપી શક્તો નથી. દા.ત. અતિ સ્વાદવાળી અને સર્વ શ્રેશ્ઠ ખાધ્ય સામગ્રી ખાધા પછી મન ત્રુપ્તિ નો અનુભવ કરે છે, ખરી રીતે ત્રુપ્તિ થઈ હોતી નથી. જો ત્રુપ્તિ થઈ હોય તો બીજે દિવસે પણ તે ટકવિ જોઇએ પણ એમ કદી બનતુ નથી. આ રીતે મન ચંચળ છે તેમ તેના વિચારો પણ ચંચળ અને અસ્થિર છે તે રીતે જે વસ્તુ અસ્થિર અથવા નાશવંત છે તે વસ્તુ કેવળ આભાસ છે.